Gujarat

લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા

By GS TEAM
3 Mar 20261 min read
લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા

અજગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની માંગ

આસપાસના ગામોમાં અજગરની સંખ્યામાં વધારો થતાં ગ્રામજનો-ખેડૂતોમાં ભયનો માહોલ

લખતરલખતર તાલુકાના કડુ ગામ પાસે રવિવારે રાત્રિના સમયે કળમ ગામના પુલ પાસે છેલ્લા ત્રણ દિવસમાં ફરી એકવાર એક સાથે બે વિશાળકાય અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

લખતરના કળમ ગામના સ્થાનિક રહીશ રિવારની રાત્રીએ ડમ્પર લઈને કડુથી કળમ જઈ રહ્યા હતા. તે સમયે નર્મદા કેનાલના પુલ પર રાત્રિના સમયે એક સાથે બે અજગર જોવા મળતા  ચાલકે પોતાનું ડમ્પર ઉભુ રાખ્યું હતું. ડમ્પરનો અવાજ આવતા અજગર અંધારામાં પ્લાયન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ પણ કડુ નજીક અજગર જોવા મળ્યો હતો. તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય નહેરના પ્રવાહમાં અજગર જેવા શરીરસૃપ જીવો તણાઈને આવતા હોય છે. જે પાણીમાંથી બહાર નીકળી સીમ વિસ્તારમાં આવી જાય છે ત્યારે અવાર નવાર કડુ ગામની આસપાસમાં જોવા મળતા અજગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની માંગ ઉઠવા પામી છે.