Get The App

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા-જુદા 'હિટ એન્ડ રન' ના બે બનાવમાં બે લોકોના મૃત્યુ

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા-જુદા 'હિટ એન્ડ રન' ના બે બનાવમાં બે લોકોના મૃત્યુ 1 - image

Jamnagar Hit and Run : જામનગરમાં રાજકોટ હાઇવે રોડ પર જાંબુડા પાટીયા પાસે હિટ એન્ડ રનનો પ્રથમ બનાવ બન્યો હતો, અને પગે ચાલીને જઈ રહેલા એક યુવાનનું ઘટના સ્થળે જ અજાણ્યા વાહનની ઠોકરે ચડીજતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે, જયારે લાલપુર બાયપાસ ચોકડી પાસે બાઈક પર જઈ રહેલા એક વ્યક્તિને લાલ કલરની ફોરવ્હીલના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં કરણ મૃત્યુ નીપજયું છે.

 અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી પોતાના બાઈક પર જઈ રહેલા ભવાનીસિંહ ભૈરવસિંહ રાજપુત (ઉ.વ.49) કે જેઓને લાલ કલરની જી.જે.10 એસી. 2290 નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી તેઓનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ભરતસિંહ ભૈરવસિંહ રાજપુતે પોલીસને જાણ કરતાં પંચકોસી એ. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને લાલ કલરની કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 આ ઉપરાંત અકસ્માતનો બીજો બનાવ લાલપુર ચોકડી પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા બાબુરામ છોટેલાલ રાજભર નામના 40 વર્ષના યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતકની પુત્રી લક્ષ્મી રાજભરે પોલીસને જાણ કરતાં પંચકોશી બી.ડિવિઝનના પી.એસ.આઇએ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.