Gujarat

સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી બે ઓડિશા વાસી 6.161 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપાયા

By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022
સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી બે ઓડિશા વાસી 6.161 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપાયા

- ઓડિશાથી ગાંજો મોકલાવનારને વોન્ટેડ જાહેર કર્યો, ગાંજો, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ. 1.16 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી મહિધરપુરા પોલીસે 6.161 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે સગા ભાઇને ઝડપી પાડી કુલ રૂ. 1,16,550 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે ઓડિશાથી ગાંજો મોકલાવનારને વોન્ટેડે જાહેર કર્યો હતો.

મહિધરપુરા પોલીસે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી પ્રકાશ પુનીયા પ્રધાન (ઉ.વ. 22) અને ડમરૂ પુનિયા પ્રધાન (ઉ.વ. 27 બંને રહે. રાકેશભાઇના ખાતામાં, કતારગામ જીઆઇડીસી અને મૂળ. બિલ્લીપોડા, તા. ફાસી, જિ. ગંજામ, ઓડિશા) ને ઝડપી પાડી તેમની પાસેથી 6.161 કિલોગ્રામ ગાંજાનો રૂ. 61,610 નો જથ્થો, બે મોબાઇલ ફોન અને પલસર બાઇક મળી કુલ રૂ. 1,16,550 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે બંને ભાઇની પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો ઓડિશા ખાતેથી ચંદન કુંભકર્ણ રાઉત (રહે. બાડાખેરાખામ, બેગુનાપોડા, જિ. ગંજામ, ઓડિશા) એ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રકાશ અને ડમરૂ વિરૂધ્ધ સહિત તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.