કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ, ગુજરાત કેડરના બે IAS અધિકારીઓ જશે દિલ્હી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં IAS અધિકારીઓને બદલી તેમજ બઢતીનો સિલસિલો ચાલુ છે તેમજ કેન્દ્ર સરકારમાં હાલ ગુજરાત કેડરના અનેક IAS અધિકારીઓ ડેપ્યુટેશનમાં છે ત્યારે વધુ બે IAS અધિકારીઓને દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરાયો છે
કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરતા ગુજરાતના બે IAS અધિકારીઓ વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી ડેપ્યુટેશન પર જશે, જેમાં 2001ની બેચના IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે જ્યારે 1997ની બેચના મનીષ ભારદ્વાજને UIDAIમાં પોસ્ટિંગ અપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ 1997ની બેંચના IAS ઓફિસર સોનલ મિશ્રાને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલાયા હતા જેમાં તેમને મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પોસ્ટિંગ આપ્યુ હતું.




