Get The App

નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા 1 - image

- ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

- પિતરાઈ ભાઈઓ ઝેરોક્ષ કરાવવા માટે જઈ પરત આવી રહ્યાં હતા, બગદાણા પોલીસમાં ગુનો નોધાયો

ભાવનગર : મહુવા તાલુકાના નાના ખુટવડા નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગત રાત્રિના સર્જાયેલા અકસ્માતમાં નાના ખુંટવડા ગામના બે સગીરનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે બગદાણા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા તાલુકાના નાના ખુંટવડા ગામે રહેતા મહેન્દ્રભાઈ નાથાભાઈ મકવાણાએ બગદાણા પોલીસ મથકમાં ભાવેશ ધીરૂભાઈ મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ભત્રિજા વરૂણભાઈ મુકેશભાઈ મકવાણા (ઉ.વ.૧૩) અને ભાણેજ ગણેશભાઈ ધમરશીભાઈ ઢાપા (ઉ.વ.૧૯) ગત રાત્રીના જીજે-૨૭-સીએન-૫૪૪૮ નંબરનું બાઈક લઈને આંગણકા ગામે ઝેરોક્ષ કરાવવા માટે ગયા હતા અને પરત આવતી વખતે રાત્રિના ૮.૧૫ કલાકના અરસા દરમિયાન નાના ખુંટવડા અને આંગણકા ગામ વચ્ચે નાળા પાસે પહોંચતા ભાવેશભાઈ ધીરૂભાઈ મકવાણાએ પોતાનું જીજે-૦૪-સીઆર-૭૭૯૨ નંબરનું ટ્રેક્ટર પુરઝડપે ચલાવી તેમના ભત્રીજા અને ભાણેજની બાઈક સાથે અથડાવી અકસ્માત સર્જી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને ઈમર્જન્સી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે બગદાણા પોલીસે ગુનો નોંધ્યો છે.