Gujarat

જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો

By GS TEAM
10 May 20261 min read
જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો

ઇજાગ્રસ્ત બન્ને ભાઈને હોસ્પિટલે ખસેડાયા

આધેડના લોખંડના મશીનની ચોરી થઈ હોય બે શખ્સના નામ આપ્યા હોવાની શંકા રાખી માર માર્યો

ભાવનગર - પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા આધેડના સૂતર બનાવવાના લોખંડના મશીનની ચોરી થઈ હોય ચોરીમાં બે ઇસમના નામ આપ્યા હોવાની દાજ રાખી બે શખ્સે બે ભાઈ અને તેની પુત્રી પર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

શહેરના પ્રભુદાસ તળાવ નવી જોગિવાડની ટાંકી બાપાસીતારામ ની મઢુલી પાસે રહેતા ભુરાભાઈ વિનુભાઈ રાઠોડના સુતરદોરી બનાવવાનુ લોખંડનુ મશીન ચોરી થઈ ગયેલ હતું.અને આજ વિસ્તારમાં રહેતા જીવા બારૈયા તથા યોગેશ બારૈયાને અલ્પેશભાઇ બળદેવભાઈ રાઠોડે એવુ જણાવેલ હતુ કે,આ મશીન તમે બંનેએ ચોરેલ છે.તેમ ભુરાભાઈનું કહેવું છે.તે બાબતની દાજ રાખી જીવા બારૈયા તથા યોગેશ બારૈયા.( રહે. બન્ને મેલડીમાંની ધાર મફતનગર, ઢોરી ઉપર ખેડુતવાસ, ભાવનગર )એ ભુરાભાઈ અને તેના પુત્રી પૂજાબેન અને મોટાભાઈ ભરતભાઈને ગાળો આપી લાકડાના ધોકા વડે ગંભીર માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.ઇજાગ્રસ્ત બન્ને ભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે ભુરાભાઈએ બન્ને શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.