રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર લઈને જતા ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલા ગેરકાયદે હથિયારો લઈને ફરતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરીને કરજણ તાલુકામાંથી બે પરપ્રાંતીઓને તમંચા સાથે ઝડપી પાડ્યા હતા.
કરજણ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન માહિતી મળેલ કે, બે ઇસમો ગેરકાયદે હથીયાર અગ્નિશસ્ત્ર લઇને કુરાલીથી ગણપતપુરા ગામ તરફ જનાર છે. જે માહિતી આધારે જિલ્લા એસઓજી ટીમે કુરાલી ગામની સીમમાં વોચ ગોઠવી બે ઇસમો મોબીનભાઇ મતાભાઇ સિંધી (મુળ રહે. બામનોર, તા.સેડવા જી. બાડમેર, રાજસ્થાન, હાલ રહે. ધાવટ ગામની સીમ ક્રિકેટ બોક્ષની રૂમમાં તા.કરજણ) અને અમીનભાઇ હકીમભાઇ ગજુ (સિંધી) (મુળ રહે. ધાકોકાતલા, નવા તલા, રાઠોડા તા.સેડવા જી. બાડમેર, રાજસ્થાન, હાલ રહે. ઉતરાજ, કિરણ બાપુના કુવા ઉપર, તા.શિનોર) ને ઝડપી પાડ્યા હતા.
બંને ઇસમો પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો, મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળતા કબજે કરવામાં આવ્યો હતો. તમંચા જેવું હથિયાર કોની પાસેથી લાવ્યા અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








