Gujarat

ચુડાના ખાંડીયામાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

By GS TEAM
13 Nov 20251 min read
ચુડાના ખાંડીયામાં રહેણાંક મકાનમાં ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

- ગામના જ 2 શખ્સોએ રોકડ,દાગીના સહિત રૂ. 56,700 ના મુદ્દામાલની ચોરી કરી હતી

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહેણાંક મકાનમાં થયેલી ચોરીના બનાવમાં પોલીસે ગામના જ બે શખ્સને રોકડ સહિતના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 

ખાંડિયા ગામમાં રહેતા ઘનશ્યામસિંહ કસળસિંહ ઝાલા અને તેમના પરિવારજનો ગત તારીખ ૦૭ નવેમ્બરના રોજ ઘરમાં સુતા હતા ત્યારે રાત્રીના સમયે તસ્કરો દ્વારા રોકડ રૂ.૧૮,૦૦૦ અને સોના ચાંદીના દાગીના સહિત ફૂલ રૂ.૫૬,૭૦૦ના મુદ્દામાલની ચોરી નાસી છુટયા હતા. જે અંગે મકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાને લઈ પોલીસે તપાસ હાથ ધરી રહેણાંક મકાનમાં ચોરી કરનાર (૧) કિરણ મનસુખભાઈ વાણીયા (ઉ.વ.૨૮), (૨) આશિષ દેવજીભાઈ સોલંકી (ઉ.વ.૨૭) બંને રહે. ખાંડિયા, તા.ચુડાને ચોરીની રોકડ રકમ રૂ.૧૮,૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.