Gujarat

પાર્ટી પ્લોટની બહાર સ્કૂટરની ડિકિમાંથી સોનાની ચેન ચોરનાર કાસમઆલા ગેંગના બે સાગરીત પકડાયા

By GS TEAM
19 Feb 20261 min read
પાર્ટી પ્લોટની બહાર સ્કૂટરની ડિકિમાંથી   સોનાની ચેન ચોરનાર કાસમઆલા ગેંગના બે સાગરીત પકડાયા

વડોદરાઃ ડભોઇ-વાઘોડિયા રોડ પર પાર્ટી પ્લોટની બહાર સ્કૂટરની ડિકિમાંથી સોનાની ચેન ચોરી કરવાના બનાવમાં પોલીસે કાસમઆલા ગેંગના બે સાગરીતને ઝડપી પાડયા છે.

ઇન્દિરા નગર બ્રિજ પાસેથી પોલીસે વસિમખાન યુસુફખાન પઠાણ(કાસમઆલા કબ્રસ્તાન પાસે)અને ગની ઉર્ફે એરટેલ ઉસ્માન ભાઇ શેખ(હાથીખાના,ઇન્દિરાનગર)ને અટકમાં લઇ પૂછપરછ કરતાં તેમણે ડભોઇ- વાઘોડિયા રિંગ રોડ પરના વ્રજ પાર્ટી પ્લોટ બહારથી સ્કૂટરની ડિકિમાંથી સોનાની ચેન ચોરી હોવાની વિગતો ખૂલતાં ચેન અને સ્કૂટર કબજે લીધા હતા.

પોલીસે કહ્યું છે કે,બંને આરોપી રીઢા ગુનેગાર છે.વસિમ સામે ચોરી સહિતના ૨૦ જેટલા ગુના અને ગની સામે ૨૨ જેટલા ગુના નોંધાયેલા છે.ગુજસીટોક હેઠળ કાસમઆલા ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી ત્યારે પણ બંને પકડાયા હતા.