અડાજણમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં વૃદ્ધા સહિત બેનાં મોત

- વૃદ્ધા પૌત્ર સાથે મોપેડ પર સંબંધીના પ્રસંગમાં જઇ રહ્યા હતા અને બાઇકચાલકે અડફટે લીધા
સુરત :
અડાજણમાં
મોબાઇલ રિચાર્જ કરવા નીકળેલા યુવાનને મોપેડે ટક્કર મારતા મોત થયુ હતુ. જયારે
બાઇકની અડફટે મોપેડસવાર પૌત્ર અને દાદી પૈકી દાદીનું મોત નીંપજયુ હતુ.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ મહિધરપુરામાં જદાખાડી ખાતે રહેતા ૭૨ વર્ષીય મંજુલાબેન નટવરભાઇ માલી ગુરૃવારે બપોરે ૧૯ વર્ષીય પૌત્ર સાથે મોપેડ પર અડાજણ વિસ્તારમાં સંબંધીના પ્રસંગમાં જવા નીકળ્યા હતા. તે સમયે અડાજણના મધુવન સર્કલ નજીક અજાણ્યા ટુવ્હિલર ચાલકે મોપેડને ટક્કર મારતા ઇજા પામેલા મંજુલાબેનને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા. બીજા બનાવમાં મુળ પાટણના વતની અને હાલમાં અડાજણના રૃષભ ટાવરમાં ફરસાણની દુકાનમાં રહેતા અને ત્યાં જ કામ કરતા ૪૦ વર્ષીય દિલાવર દાજીભાઇ સીપાઇ ગત તા.૨૮મી સાંજે અડાજણના ચોકસી વાડી નજીક આંબેડકર ભવન પાસે દુકાનમાં મોબાઇલનું રિર્ચાજ કરવા પગપાળા જતા હતા. તે સમયે અજાણ્યા ટુ વ્હિલર ચાલકે તેમને ટક્કર મારતા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત થયુ હતુ.




