Gujarat

તાંદલજામાં વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી રૃપિયા માગી ધમકી,સમામાં પારિવારિક અદાવતમાં હુમલો

By GS TEAM
22 Jun 20261 min read
તાંદલજામાં વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી રૃપિયા માગી ધમકી,સમામાં પારિવારિક અદાવતમાં હુમલો

વડોદરાઃ તાંદલજા અને સમા વિસ્તારમાં હુમલાના જુદાજુદા બે બનાવ બનતાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

તાંદલજામાં રહેતા શાહરૃખે પોલીસને કહ્યું છે કે,સલમાન  અને સાકિબ સાથે મિત્રતા હોવાથી એક મહિનો પહેલાં અમે ગ્રાઉન્ડ પર બેઠા હતા ત્યારે મેં મોબાઇલનો કેમેરો ચેક કર્યો હતો.જેથી પાંચ દિવસ પહેલાં સાકિબે અમારો વીડિયો કેમ ઉતાર્યો તેમ કહી સલમાનને કહી દઇશ,સમાધાન કરવું હોય તો રૃપિયા આપ તેવી ધમકી આપી હતી.ત્યારબાદ બે દિવસ પહેલાં સલમાને મારી સાથે આ બાબતે ઝપાઝપી કરી ધમકી આપતાં મેં બે-ત્રણ ઘુંટ એસિડ પીધું હતું.જેથી પોલીસે ગુનો નોંધ્યોછે.

અન્ય એક  બનાવમાં મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાછળ પીએમ આવાસ ના મકાનમાં રહેતા તુષાર ગુન્ડેટવરે પોલીસને કહ્યું છે કે,ગઇરાત્રે નજીકના આવાસમાં રહેતા મારા માસા મહેન્દ્ર વસંતભાઇ કુડકેલવાર અને તેના  પુત્ર ધીરજે મારી સાથે ઝઘડો કરી ચપ્પુના ઘા માર્યા હતા તેમજ પથ્થર વડે હુમલો કર્યો હતો.જેથી સમા પોલીસે બંને પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે.