Gujarat
અમદાવાદમાં પાંચ લાખથી વધુ બાળકોને પોલીયો રસી અપાઈ
By GS Team
27 Feb 20221 min read
This article was originally published on 27 Feb 2022

અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022
બાળ લકવા નાબુદી અભિયાનનો રવિવારે અમદાવાદમાં આરંભ કરાયો
હતો.શહેરના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર સહિત ૩૮૩૧ બુથ અને અન્ય જાહેર સ્થળોએ ૯.૨૭ લાખ
બાળકોને પોલીયો રસીના બે ટીપાં પીવડાવવાના લક્ષ્યાંક સામે રવિવારે પ્રથમ દિવસે
૫.૮૨ લાખથી વધુ બાળકોને પોલીયો રસી આપવામાં આવી હતી.
રવિવારે શહેરના એરપોર્ટ,રેલવે સ્ટેશન,
એસ.ટી.સ્ટેશન ઉપરાંત બગીચા,મોલ
સહિતના જાહેર સ્થળોએ ૧૫,૨૮૯
કર્મચારીઓની ટીમ દ્વારા બાળકોને પોલીયો રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા
હતા.શહેરના દુર્ગમ વિસ્તારોમાં મ્યુનિ.દ્વારા મોબાઈલ ટીમની વ્યવસ્થા બાળકોને
પોલીયો રસીના ટીપા પીવડાવવા માટે કરવામાં આવી હતી.




