કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : સાવલીના ટુંડાવ ખાતે આવેલી કંપની પોલ્યુશન ફેલાવતી હોવાનો આક્ષેપ કરી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી રૂ.15 કરોડની ખંડણીના કેસમાં સયાજીગંજ પોલીસે બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડી કોર્ટ પાસેથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ગત.22મી ઓક્ટોબરે ટુંડાવ ખાતે રહેતા જીતસિંહ રાણા તથા સુનિલ મહિડા ઈન્ડો એમાઇન્સ લિ.ની કંપનીમાં જઈ રિપબ્લિક પાર્ટીઓફ ઇન્ડિયાના સ્ટેટ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. જીતસિંહ રાણાએ કંપનીના ડાયરેક્ટરને ફોન કરીને જણાવ્યું હતું કે, ગામના લોકોએ કંપની વિરુદ્ધ પોલ્યુશનની ફરિયાદ કરી છે. ત્યારબાદ સયાજીગંજની એફોટેલ હોટલમાં મિટિંગ દરમિયાન ધમકી આપી હતી કે, તમારે 15 કરોડ આપવા પડશે. નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપનીને બંધ કરાવી દેશે. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે જીતસિંહ, સુનિલ, ચાર બાઉન્સર અને ડ્રાયવર સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી જીતસિંહ ઉર્ફે દાઉદ છત્રસિંહ રાણા (રહે–ટુંડાવ ગામ, અંજેસર, સાવલી) અને સુનિલ રોહિત મહિડા (રહે-નવજીવન, સોસાયટી,તરસાલી)ને ઝડપી પાડ્યા હતા.








