Gujarat
સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા
By GS TEAM
19 Dec 20251 min read

વડોદરા,સેવાસી નજીક રેસ લગાવી સ્કૂલના બાળકો અને રાહદરીઓના જીવ જોખમમાં મૂકતા બે વાન ચાલકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સેવાસી નજીક સોનારકૂઇ આશાપુરી રોડ પર બે વાન ચાલકો વચ્ચે રેસ લાગી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્કૂલના બાળકો અને રાહદરીઓના જીવ જોખમમાં મૂકનાર બે વાન ચાલકો જગદીશસિંહ માનસિંહ પરમાર (રેહ. શેરખી મોટો ભાગ,તા.વડોદરા) તથા ખુમાનસિંહ ગોપાલભાઇ મકવાણા (રહે. શેરખી પીરોદ નગર) ને પોલીસે શોધી કાઢ્યા હતા. બંનેની સામે અલગ - અલગ ગુનો દાખલ કરી પોલીસે કાયદસેરની કાર્યવાહી હાથ ધરી છે. બંને વાન ચાલકોએ કાન પકડીને ફરીથી આવું નહીં કરે તેવી બાયધરી આપી હતી.








