Gujarat

ડ્રગ્સની હેરાફેરી કેસમાં બે આરોપીને 14 વર્ષની કેદની સજા

By GS TEAM
22 Nov 20251 min read
ડ્રગ્સની હેરાફેરી કેસમાં બે આરોપીને 14 વર્ષની કેદની સજા

- કપડવંજની સેશન્સ કોર્ટનો ચૂકાદો 

- અમદાવાદ- ઇન્દોર હાઇવે પર પીઠાઇ નોલનાકા પાસે બસમાંથી ડ્રગ્સ સાથે આરોપી પકડાયા હતો  

નડિયાદ : અમદાવાદ- ઇન્દોર હાઇવે પર આવેલા પીઠાઇ ટોલનાકા પરથી ૨૦૨૩ માં ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલા બે આરોપીને કપડવંજની સેશન્સ કોર્ટે ૧૪ વર્ષની કેદની સજાનો આદેશ કર્યો છે. 

હાઇવે પર આવેલા પીઠાઇ ટોલનાકા પર બસમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપી રઇશ મહમંદને પકડી પાડયો હતો. રઇશ મહમદ પાસેથી ૧.૦૧૪ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઇ હતી. તપાસ એજન્સીએ ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ફૈયાઝ અહેમદને અમદાવાદના ઘરમાં તપાસ હાથ ધરી હતી. ફૈયાઝ અહેમદના ઘરમાં બેડરૂમમાં તપાસ કરતા ૪૬૪ ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી રઇશ મહંમદ અને ફૈયાઝ અહેમદ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. 

આ કેસ કપડવંશ સેશન્સ કોર્ટની ચાલી ગયો હતો. આરોપી રઇશ મહંમદ અને ફૈયાઝ અહેમદને સેશન્સ કોર્ટે ૧૪ વર્ષની કેદની સજાનો આદેશ કર્યો હતો.