Gujarat

મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા બે આરોપી ઝડપાયા : 4 વોન્ટેડ

By GS TEAM
5 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરા એલસીબીની ટીમે દારૂની 639 બોટલ સહિત 2.47 લાખનો મુદ્દામાલ કબજે

Summarized by AI; it may make mistakes. Check important info

મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા બે આરોપી ઝડપાયા : 4 વોન્ટેડ

Vadodara Liquor Raid : વડોદરા એલસીબીની ટીમને તા.3 જૂનના રોજ બાતમી મળી હતી કે મકરપુરા જશોદાનગરમાં ડાહીબાનગરમાં રહેતો સુરેશ ઉર્ફે કાનચો ટેક બહાદુર થાપા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા (1) સુરેશ થાપા (2) રાજન મૂળજીભાઈ પટેલ (રહે-સત્યનારાયણ ફળિયુ, માતર-ગામ, તાલુકો-આમોદ, જીલ્લો-ભરૂચ) મળી આવ્યા હતા. ખંડેર હાલત વાળા મકાનમાંથી પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે મકાન તથા મોપેડમાંથી દારૂની 639 બોટલ કિંમત રૂપિયા 97,651 ની કબજે કરી હતી. જીતેન્દ્ર પાટણવાડીયા તથા પકડાયેલા આરોપી સાથે દારૂ વેચવા માટે રાખેલા રાજન, અજય ઠાકોર અને અજય પંચાલને પોલીસે વોન્ટેડ જાહેર કરી રૂ.2.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.