દામનગર પંથકમાં હત્યા સાથે ચાંદીના કડાની લૂંટ ચલાવી હતી
હત્યા સહિત કુલ પાંચ ગુના આચર્યાની કબૂલાત આપી, લૂંટની ઘટનામાં માલધારીઓને ટારગેટ કરતી હતી
દામનગરમાં જ રહેતા અને આ જ તાલુકામાં ગંભીર ગુનાઓ આચરીને નાસી જતાં અર્જુન ગોરધન નાવડિયા, હાર્દિક ઉર્ફે બાવલો ગોરધન નાવડિયા અને કિશન ભૂપત પરમારને દામનગરના પોલીસ ઈન્સપેકટર સી.એન.દવે અને સ્ટાફે પકડી પાડી લાલ આંખ કરતા જ આ શખ્સો પોપટ બની ગયા હતા.
આ શખ્સોની કબૂલાત મુજબ આ શખ્સોએ નીર ઉર્ફે બોડો વિનુ પરમાર, સાહિલ ઉર્ફ પાપુડો વિનુ પરમાર વિગેરે મળી દામનગર નજીક હજીરા ધાર વિસ્તારમાં દાનાભાઈ ધનાભાઈ કામનીયા નામના માલધારી ચેકડેમ પાસે ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે આ શખ્સોએ માલધારી વૃદ્ધે પહેરેલા કાંડામાં ચાંદીના કડાની લૂંટ કરવા દાનાભાઈને પકડીને બાજુમાં આવેલા ખાડામાં પાણીમાં નાખી દઈ ડૂબાડી દઈને ચાંદીના કડાની લૂટ ચલાવી નાસી ગયા હતા. આ ઉપરાંત દામનગરના એક અન્ય માલધારીને આ જ મોડસ ઓપરેન્ડીથી ચાંદીના કડાની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત સીમ વિસ્તારમાં કેબલ ચોરી, મોટર ચોરી સહિતના ગુનાઆની કબૂલાત આપી હતી.


