Get The App

એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના ટ્રાયલ રનની કામગીરી હાથ ધરાઈ

360ડિગ્રી કેમેરાથી ઓટોમેટેડ પરિણામ, ટ્રાયલ રન દરમિયાન ખામીઓનું નિરાકરણ

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના ટ્રાયલ રનની કામગીરી હાથ ધરાઈ 1 - image

વડોદરા આરટીઓ કચેરીમાં એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આધુનિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમ અમલમાં લાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ટ્રેકનાસિવિલ વર્કસાથે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પૂર્ણ થતાં હાલ ટ્રાયલ રનલેવામાં આવી રહ્યા છે. ટ્રાયલ પૂર્ણ થયા બાદનિયમિત કામગીરી શરૂ કરાશે.

નવીસિસ્ટમ અંતર્ગત ૩૬૦ ડિગ્રીએ. આઈ. બેઝડ કેમેરા રોડ માર્કિંગ અને વાહનની ગતિ-દિશાને ડિટેક્ટ કરીઆપમેળે પરિણામજનરેટ કરશે. હાઈ-રિઝોલ્યુશન કેમેરા અરજદારની દરેક ડ્રાઈવિંગ મૂવમેન્ટ સ્વયં રેકોર્ડ કરશે, જેથી માનવીય હસ્તક્ષેપ ઘટશે અને પારદર્શિતા વધશે. હાલ ટ્રાયલ રનદરમિયાન ઊભી થતી ટેકનિકલ એરરની તબક્કાવારસમીક્ષા કરીતેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.

હાલના ચાર ટેસ્ટ સ્ટેજ રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપચઢાણ ઉપરાંત નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી અરજદારોને વાસ્તવિક ટ્રાફિક જેવી પરિસ્થિતિમાં પરીક્ષણ આપવાની તક મળશે.


જાન્યુઆરીમાં ૧૩,૩૯૫ નવા વાહનોનું રજીસ્ટ્રેશન

વડોદરા જિલ્લામાં જાન્યુઆરી માસ દરમિયાન કુલ ૧૩,૩૯૫ નવા વાહનોનું રજીસ્ટ્રેશનનોંધાયું છે. વાહનવૃદ્ધિનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. આંકડા મુજબ ટુ-વ્હીલર વાહનોનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે. કુલ ૮,૩૪૮ ટુ-વ્હીલર નોંધાયા છે. મોટર કારના ૩,૬૦૧ રજીસ્ટ્રેશનથયા છે. શ્રી-વ્હીલર પેસેન્જર વાહનો ૬૨૦ નોંધાયાછે, જ્યારેશ્રી-વ્હીલર (ગુડ્સ) ૧૩૩ રહ્યાછે. ભારદારી વાહનોની સંખ્યા ૪૭૪ રહી છે. સાથે જ પ્યોર ઇલેક્ટ્રિક વાહનોના ૬૭૭ ૨જીસ્ટ્રેશન નોંધાતા ઈ-વ્હીકલ પ્રત્યેનો વલેશે પણ સ્પષ્ટ બન્યું છે. ઉપરાંત, ટ્રાન્સફ ર થકી નોંધાયેલા સેકન્ડ હેન્ડ વાહનોની સંખ્યા ૩,૭૫૦ નોંધાઈ છે.


ટેક્સ બાકી વાહનો સામે આરટીઓની કડક કાર્યવાહી

વાહન ટેક્સની બાકી વસૂલાત માટે આરટીઓ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. લાંબા સમયથી ટેક્સ બાકી રાખનાર વાહનમાલિકો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે.ટેક્સ નંભરનાર વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. વાહન બ્લેકલિસ્ટ થઈજાય પછી તેની ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ નવીનીકરણ સહિતની કામગીરી શક્ય બનશે નહીં.