Gujarat
મ્યુનિ.વહીવટી તંત્રમાં ૩૪ કર્મચારીઓની આંતરીક બદલી
By GS Team
25 Feb 20221 min read
This article was originally published on 25 Feb 2022

અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ઉપરાંત ટેકસ તથા
એસ્ટેટ અને લાઈટ વિભાગમાં ફરજ બજાવતા ૩૪
જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની આંતરીક બદલી કરવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર
લોચન સહેરાએ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલી વખત ઈજનેર વિભાગમાં ફરજ
બજાવતા ડેપ્યુટી સીટી ઈજનેર ઉપરાંત આસીસ્ટન્ટ સીટી ઈજનેર,આસીસ્ટન્ટ ઈજનેર
ઉપરાંત ટેકસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉપરાંત એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા
વોર્ડ ઈન્સપેકટર,સબ
ઈન્સપેકટર, સર્વેયર
સહિતના કર્મચારીઓ અને અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે.




