Gujarat

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો રદ: જુઓ રદ થયેલી-ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની યાદી

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ઘોલવડ-ઉમરગામ રોડ વચ્ચે પુલ નંબર 203 પર પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું છે. મુસાફરોની સુરક્ષા અર્થે પશ્ચિમ રેલવેએ 23.07.2026ના રોજ ઘણી ટ્રેનો રદ કરી છે, જેમાં વંદે ભારત, શતાબ્દી અને કર્ણાવતી સહિતની 18થી વધુ ટ્રેનોનો સમાવેશ થાય છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો રદ: જુઓ રદ થયેલી-ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની યાદી

Western Railway Trains Cancelled List: દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રૂટ પર રેલ વ્યવહાર તાત્કાલિક અસરથી કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક પ્રમુખ ટ્રેનોને અસર થઈ છે.

રદ કરાયેલી મુખ્ય ટ્રેનો (23.07.2026)

  • 20901/20902 & 22961/22962: મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ / ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
  • 12009/12010: મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
  • 12933/12934: બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
  • 12931/12932: મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એસી ડબલ ડેકર
  • 22953/22954: મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ
  • 82902/901 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસ
  • 12902/12901: અમદાવાદ – દાદર ગુજરાત મેઇલ
  • 22956: ભુજ – બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ
  • 20908: ભુજ – દાદર સયાજી એક્સપ્રેસ
  • 22927/22928: લોકશક્તિ એક્સપ્રેસ,
  • 19034: ગુજરાત ક્વીન,
  • 20960: વડનગર-વલસાડ સુપરફાસ્ટ,
  • 22904: ભુજ-બાંદ્રા એસી એક્સપ્રેસ,
  • 09088: અમદાવાદ-મુંબઈ સ્પેશિયલ અને
  • 19418: અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ.

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

  • 22919 (ચેન્નાઈ – અમદાવાદ હમસફર): દૌંડ – અંકઈ – મનમાડ – જલગાંવ – પાલધી – સુરત થઈને ચાલશે.
  • 22185 (અમદાવાદ – પૂણે એક્સપ્રેસ): સુરત – પાલધી – જલગાંવ – મનમાડ થઈને ચાલશે.
  • 12298 (પૂણે – અમદાવાદ દુરંતો): જલગાંવ – પાલધી – ઉધના – સુરત થઈને ચાલશે.