Gujarat
જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ
By GS TEAM
17 Jun 20261 min read
જોડીયા તાલુકાના કેશિયા ગામ નજીક એક 22 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
જોડીયા તાલુકાના કેશિયા ગામ નજીક એક 22 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જોડીયા તાલુકાના કેશિયા ગામ નજીક એક 22 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે.
મૃતક સાહિલ કિશનભાઈ વઘેરા (ઉ.વ.22, રહે. ચામુંડા પ્લોટ, ધ્રોલ) આશરે આઠ મહિના પહેલાં તેમની સગાઈ તૂટી ગઈ હતી. આ બાબતે તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન તેમના પિતાએ આ મુદ્દે ઠપકો આપતા તેઓ વધુ વ્યથિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
આ બનાવ કેશિયા ગામ નજીક આવેલા 66 કે.વી. સબ સ્ટેશન વિસ્તાર પાસે બન્યો હતો. જોડીયા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 194 હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.









