Gujarat

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત

By GS TEAM
2 May 20261 min read
TukuTouch Logo
સુરત જિલ્લા પોલીસ વિભાગ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના પાદરા નજીક એક્સપ્રેસ વે પર સર્જાયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) ના હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. આ સમાચાર મળતા જ સુરત જિલ્લા પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત

Vadodara Accident: સુરત જિલ્લા પોલીસ વિભાગ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના પાદરા નજીક એક્સપ્રેસ વે પર સર્જાયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) ના હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. આ સમાચાર મળતા જ સુરત જિલ્લા પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, પાદરા નજીક એક્સપ્રેસ વે પર એક કાર એસ.ટી. (ST) બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર હેડ કોન્સ્ટેબલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ જીવલેણ હોવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતક પોલીસ જવાનના પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજુ માત્ર બે મહિના પહેલા જ તેમના પિતાનું નિધન થયું હતું, અને હવે ઘરના મોભી સમાન પુત્રના અકાળ અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.