Get The App

લાલપુર નજીક પાસે હાઇડ્રા મશીન હેઠળ ચગદાઈ જતાં પગપાળા જઈ રહેલા નાઘેડીના યુવાનનું કરૂણ મૃત્યુ

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
લાલપુર નજીક પાસે હાઇડ્રા મશીન હેઠળ ચગદાઈ જતાં પગપાળા જઈ રહેલા નાઘેડીના યુવાનનું કરૂણ મૃત્યુ 1 - image

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના કનાલુસ વિસ્તારમાં પગપાળા ચાલીને જઈ રહેલા નાઘેડીના શ્રમિક યુવાનને હાઇડ્રા મશીનના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતો અને ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો મયુર દોસાભાઇ નંદાણીયા નામનો 26 વર્ષનો યુવાન કે જે ગઈકાલે કાનાલુસ વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન જીજે 10-સી.ઇ. 0986 નંબરના હાઇડ્રા મશીન ના ચાલકે તેને હડફેટમાં લઈ લેતાં માથું હાઈડ્રા મશીન નીચે કચડાઈ જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકની સાથે જ કામ કરતા મેહુલ પ્રતાપભાઈ શુક્લા એ પોલીસને જાણ કરતાં મેઘપરના એએસઆઈ વી.સી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, જ્યારે હાઇડ્રા મશીનના ચાલક જયદીપસિંહ જુવાનસિંહ પઢિયાર સામે મેઘપર પોલીસમથકમાં ગુન્હો નોંધ્યો છે.