Gujarat

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત

By GS TEAM
3 May 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સાણંદના મોરૈયા સ્થિત SRS અવેન્યુ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગત 30 એપ્રિલ, 2026ના રોજ નવી કારના પૂજન અને મુહૂર્ત સમયે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ઘર આંગણે જ ઉભેલા આધેડ મહિલાને કચડી નાખ્યા હતા. આ બનાવમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત

Accident During New Car Puja: અમદાવાદના સાણંદના મોરૈયા સ્થિત SRS અવેન્યુ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગત 30 એપ્રિલ, 2026ના રોજ નવી કારના પૂજન અને મુહૂર્ત સમયે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ઘર આંગણે જ ઉભેલા આધેડ મહિલાને કચડી નાખ્યા હતા. આ બનાવમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ચાંગોદરના રુદ્રઆરંભમાં રહેતા સુરજકુમાર વર્માએ નવી કાર ખરીદી હતી. જેમાં મિત્રના ઘરે કારના ટાયર નીચે શ્રીફળ વધેરી મુહૂર્ત કરતી વખતે શ્રીફળ સ્લિપ થતા કાર બેકાબૂ બની હતી. આ દરમિયાન ​સોસાયટીના કમ્પાઉન્ડમાં ઉભેલા મધુબેન અલગોતર (મૂળ રહે. જાળીળા, બોટાદ) કારની નીચે દબાઈ ગયા હતા. જેમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત

આ જ ઘટનામાં એક સાયકલ ચલાવતું બાળક પણ અડફેટે આવ્યું હતું, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. ​અકસ્માત સર્જી દીવાલ સાથે અથડાયેલા કાર ચાલક વિરુદ્ધ ચાંગોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.