Gujarat

VIDEO: ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી

By GS Team
18 Aug 20251 min read
This article was originally published on 18 Aug 2025
TukuTouch Logo
ગોધરા-દાહોદ હાઇવે પર આવેલા સંતરોડ પાનમ બ્રિજ પર ભારે ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા છે. જેમાં એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી છે. ટ્રાફિકના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાનમ નદી પર એક તરફનો બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી

Traffic On Godhra-Dahod highway : ગોધરા-દાહોદ હાઇવે પર આવેલા સંતરોડ પાનમ બ્રિજ પર ભારે ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા છે. જેમાં એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી છે. ટ્રાફિકના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાનમ નદી પર એક તરફનો બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. 


મળતી માહિતી મુજબ, ગોધરા-દાહોદ હાઇવે પર સંતરોડ પાસે પાનમ નદી પર અવરજવર માટેના બે બ્રિજ આવેલા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક બ્રિજને તંત્ર દ્વારા કોઈક કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી એક બ્રિજ પરથી વાહનોની અવરજવર થતી હોવાથી અકસ્માતની ઘટના બનતી હોય છે. જ્યારે કેટલીકવાર તો ટ્રાફિકજામની સમસ્યા ઊભી થાય છે. જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. 


આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ


આજે 18 ઓગસ્ટના રોજ પાનમ બ્રિજ પર બે વાહનો વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે, 'નદી પર એક તરફનો બ્રિજ છેલ્લા ઘણાં સમયથી બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. એટલે બંધ રહેલા બ્રિજનું વહેલીતકે સમારકામ કરવામાં આવે.'