Gujarat

વડોદરામાં તરસાલી જંકશન સહિત માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન ; 7 દિવસ માટે રસ્તો બંધ રહેશે

By GS TEAM
19 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરા મ્યુ. કોર્પોરેશનની ડ્રેનેજ શાખા દ્વારા અલગ અલગ પાંચ સ્થળોએ નવી વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરી છે. જેથી તબક્કા વાર રસ્તા બંધ કરીને ડાયવર્ઝન અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં તરસાલી જંકશન સહિત માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન ; 7 દિવસ માટે રસ્તો બંધ રહેશે

Vadodara  : વડોદરા મ્યુ. કોર્પોરેશનની ડ્રેનેજ શાખા દ્વારા અલગ અલગ પાંચ સ્થળોએ નવી વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરી છે. જેથી તબક્કાવાર રસ્તા બંધ કરીને cc અપાશે.

વડોદરા શહેરના ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન ખાતે નવી વરસાદી ગટર (Box Culvert) નાખવાની કામગીરી હાથ ધરવા આવી રહી છે. ઇજારદાર તરફથી હેવી મશીનરી અને મજૂરોની અવરજવર થવાની હોવાથી આ કામગીરી દરમિયાન કાર્યની સરળતા અને જાહેર સલામતીને ધ્યાને લઈ હાલના તબક્કે તરસાલી જંકશન માર્ગ આજે તા.19 નવેમ્બરથી આગામી 7 દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. અન્ય જંકશનો પર કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે.