Get The App

એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી : હાઇવે ઓથોરિટીનું વાહન ધીમેથી હંકારવા સૂચન

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી  : હાઇવે ઓથોરિટીનું વાહન ધીમેથી હંકારવા સૂચન 1 - image

Ahmedabad–Vadodara Expressway : કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂક્યા બાદ હવે વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. પરિણામે વડોદરા-અમદાવાદને જોડતા એક્સપ્રેસ હાઈવે (NH-1) પરથી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીએ ભારે ધુમ્મસના કારણે વાહનચાલકોને પોતાના વાહન સાવચેતીપૂર્વક અને ઓછી ગતિએથી ચલાવવા અપીલ કરી હતી.

જોકે છેલ્લા પંદરેક દિવસ કમોસમી વરસાદી માવઠાએ ચોમાસા જેવો માહોલ સર્જીને ભારે તબાહી મચાવી છે. હવે જ્યારે માવઠાના દિવસો પુરા થયા હોવાની શક્યતા છે. જ્યારે બીજી બાજુ હવે વાતાવરણમાં ધુમ્મસે કબજો જમાવ્યો છે ત્યારે વહેલી સવારે સર્જાતા ધુમ્મસના કારણે રોડ રસ્તા પર કાંઈ દેખાતું નથી. આવી પરિસ્થિતિમાં વાહનચાલકોએ પોતાના વાહન ખૂબ ધીમેથી ચલાવવાની ફરજ પડી રહી છે. 

દરમિયાન વડોદરા અમદાવાદને જોડતા એક્સપ્રેસ હાઈવે (NH-1) ઓથોરિટીએ ખાસ જણાવ્યું હતું કે, એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારથી ભારે ધુમ્મસનું વાતાવરણ છવાયેલું છે. જેથી સ્પષ્ટ વિઝન થઈ શકતું નથી. પરિણામે વાહનચાલકોએ પોતાનું વાહન ખૂબ મર્યાદિત સ્પીડમાં ચલાવવા અપીલ કરી છે. સૂર્યનારાયણના દર્શન થતાં જ ધુમ્મસનું વાતાવરણ ધીમે ધીમે દૂર થયું હતું.