Get The App

ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે 1 - image

વડોદરાઃ ગરમીથી વાહનચાલકોને રાહત આપતો નિર્ણય શહેર પોલીસ કમિશનરના કહેવાથી લેવામાં આવ્યો છે.જેમાં બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે.

આકાશમાંથી બપોરે આગ ઓકતી ગરમી વરસી રહી છે ત્યારે ટ્રાફિક સિગ્નલો પર વાહનચાલકોને બબ્બે મિનિટ સુધી ઉભું રહેવું ખૂબ અઘરું લાગી રહ્યું છે.

ગરમીને કારણે લોકોની તબિયત પર અસર થઇ રહી હોવાના બનાવો બની રહ્યા હોવાથી પોલીસે બપોરે ૧થી ૪ દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.જેને કારણે ૫૦થી વધુ સિગ્નલો પર બપોરે આસાનીથી અવરજવર કરી શકાશે.