Get The App

મજૂર વિરોધી કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
મજૂર વિરોધી કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ 1 - image

Jamnagar Bank Strike : આજે વિવિધ ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ છે જેમાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ પણ જોડાયા અર્થતંત્ર અટકી ગયું છે. જામનગરમાં પણ વિવિધ નેશનલાઇઝ બેંકોની શાખાઓમાં કામકાજ ઠપ્પ રહેતા કરોડોનાં આર્થિક વ્યવહારો ખોરવાયા હતાં.

અગાઉ જે એકમમાં 100 મજૂર હોય તેમણે છટણી માટે સરકારની મંજૂરી લેવાની હતી પરંતુ નવા નિયમ મુજબ 300 મજૂર હોય એ જ એકમે છટણી માટે સરકારની મંજૂરી લેવી પડશે. ઉપરાંત સ્ત્રીઓને રાત્રે નોકરી તથા 12 કલાક નોકરી 60 દિવસ પહેલા હડતાલની મંજૂરી વગેરે જેવા કથિત કામદાર વિરોધી નિયમોનાં વિરોધમાં આજની દેશવ્યાપી હડતાલમાં જામનગરમાંથી પણ રાષ્ટ્રીયકૃત બેંકોનાં સૈંકડો કર્મચારીઓ જોડાયા હતા એમ ગુજરાત બેંક વર્ક્સ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલિન ધોળકીયા દ્વારા જણાવાયું છે.