Get The App

લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ

છૂટાછેડા આપ્યા વગર જ બીજા લગ્ન કરી લેનાર પતિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
લગ્નના બે દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ 1 - image

 વડોદરા,લગ્નના બે દિવસ  પછી જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ ગુજારતા પતિ સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લામાં લગ્ન કરનાર યુવતીએ  વડોદરા ગ્રામ્ય  મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, લગ્નના થોડા દિવસ સુધી મારા પતિએ મને સારી રીતે રાખી હતી. ત્યારબાદ મારા ચારિત્ર્ય અંગે પ્રશ્નો પૂછવાનું શરૃ કર્યું હતું. મારા પતિએ મારો મોબાઇલ લઇ ચેક કરતા તેમાં મારા મિત્ર સાથેના ફોટા જોતા મારા પર શંકા રાખવા લાગ્યા હતા. લગ્નના બે દિવસ  પછી જ મારા પતિએ મને માર માર્યો હતો અને ધમકી આપી હતી કે, તું ઘરમાંથી નીકળી જા નહીંતર તને જાનથી મારી નાખીશ.તેઓ છૂટાછેડા માટે ધમકી આપવા લાગ્યા હતા. મારા સાસુ, સસરાએ મારા માતા,પિતાને સાસરીમાં બોલાવ્યા હતા અને મને તેઓની સાથે પિયર મોકલી આપી હતી. ત્યારપછી મારા પતિ મને તેડવા આવ્યા નથી. ફેમિલી કોર્ટમાં મારો કેસ ચાલી રહ્યો છે. મારા પતિએ મને છૂટાછેડા આપ્યા વગર જ બીજા લગ્ન પણ કરી લીધા છે.