Get The App

આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે 1 - image

શહેરના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની સ્મૃતિમાં આવતીકાલે તા. ૭ જૂન, રવિવારના રોજ નવલખી મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, જે સાંજે ૪ વાગ્યાથી ૭ વાગ્યા દરમિયાન યોજાશે. પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી સ્વ. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવશે.

આ ઉપરાંત, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, ધારાસભ્યો, આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પરિવારજનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી સ્વ. યોગેશ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.