Gujarat

ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ

By GS Team
25 Dec 20242 mins read
This article was originally published on 25 Dec 2024
TukuTouch Logo
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે. 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ

Rain Forecast : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે. 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આવતી કાલથી 28 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા 26-27 ડિસેમ્બરમાં કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

29થી 31 ડિસેમ્બરમાં શુષ્ક હવામાનની આગાહી

રાજ્યમાં આવતી કાલથી ત્રણ દિવસ દરમિયાન ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે આ મહિનાના અંત સુધી એટલે કે, 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

આ પણ વાંચો: રણોલી જીઆઇડીસીની ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપનીમાં ભીષણ આગથી ભાગદોડ

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદરમાં નલિયામાં 8.5 સે., અમરેલીમાં 9.7 સે., રાજકોટમાં 9.8 સે., સુરેન્દ્રનગરમાં 12.6 સે., ગાંધીનગર 13 સે., વડોદરામાં 14 સે., અમદાવાદમાં 15 સે., વી.વી. નગરમાં 16.4 સે. તાપમાન નોંધાયું છે.