Gujarat
સોલાર પેનલ નીચે કાર સાથે બાઇક અથડાતા ત્રણ યુવકોને ઇજા
By GS TEAM
24 Dec 20251 min read

વડોદરા,અકોટા દાંડિયાબજાર બ્રિજ પર કારની સાથે પાછળથી બાઇક અથડાતા બાઇક સવાર ત્રણ યુવકોને ઇજા પહોંચી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકોટા જવાહર નગર રેલવે લાઇન નજીક રહેતો (૧) હર્ષ રાજુભાઇ ગુપ્તા, ઉં.વ.૨૨ (૨) આકાશ કરણભાઇ યાદવ, ઉં.વ.૧૮ તથા ૧૭ વર્ષનો કિશોર ગઇકાલે મંદિરે દર્શન કરવા ગયા હતા. રાત્રે સાડા દશ વાગ્યે તેઓ બાઇક લઇને અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલાર પેનલ નીચેથી જતા હતા. તે દરમિયાન એક કાર સાથે પાછળથી અથડાતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. હર્ષને મોંઢા, હાથ અને બંને પગ,આકાશને બંને હાથ તેમજ કિશોરને જમણા હાથ અને પીઠ પર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે કાર ચાલક જ સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.








