Gujarat

અમદાવાદથી જામનગર આવતી ત્રણ મહિલાને કોરોના પોઝિટિવ

By GS Team
4 May 20201 min read
This article was originally published on 4 May 2020
અમદાવાદથી જામનગર આવતી ત્રણ મહિલાને કોરોના પોઝિટિવ

જામનગર, તા. 04 મે 2020, સોમવાર

જામનગરમાં કોરોનાવાયરસનો માત્ર એક કેસ અત્યાર સુધીમાં નોંધાયેલ છે અને જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરાતા આજે વેપાર-ધંધાની પ્રવૃત્તિનો ધમધમાટ શરૂ થયો ત્યાં અમદાવાદથી આવેલા આઠ લોકોને જામનગર બહાર ચેકપોસ્ટ પાસે અટકાવી નમૂના લેવાયા હતા.

તેમાં ત્રણ મહિલાઓને પોઝિટિવ આવતા દોડધામ શરૂ થઈ છે વળી આ મહિલાઓ દર્દીઓને અમદાવાદના કેસ ગણવા કે જામનગરના તે અંગે પણ ભારે અવઢવ મોડે સુધી ચાલ્યું જાણવા મળે છે.