Gujarat
તાંદલજા ની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા
By GS Team
30 Dec 20211 min read
This article was originally published on 30 Dec 2021

વડોદરા, તા. 30
વડોદરા તાંદલજા વિસ્તારમાં એક ઓફિસમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની વિગતો ને પગલે પોલીસે દરોડો પાડતા ત્રણ જણા ઝડપાઈ ગયા હતા.
તાંદલજા વિસ્તારમાં એસ.ઓ.જી.પોલીસ સ્ટેશનની સામે આવેલા અલી આર્કેડ કોમ્પ્લેક્ષના પહેલા માળે વી-ટુ ઇલેક્ટ્રિકલ નામની ઓફિસમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની વિગતો અને પગલે ગઈરાતે પોલીસે દરોડો પાડતા 3 જણા દારૂ ના નશામાં મળી આવ્યા હતા.
પોલીસે વસીમ કાસમભાઈ શેખ (સંતોષ નગર, તાંદલજા), વાજિદ રફિકભાઈ પટેલ (ખ્વાજા ગરીબ નવાજ સોસાયટી, તાંદલજા) અને અલમાસ રહીશ ભાઈ શેખ (નવરંગ મહોલ્લો,નાગરવાડા સામે) દારૂ નો કેસ કર્યો હતો.




