Gujarat

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા

By GS TEAM
7 Nov 20251 min read
સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં એક વેપારીએ સસ્તા મોબાઇલની જાહેરાતના નામે ત્રણ પરિચિતો સાથે છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

લક્ષ્મીપુરાની શિવાલય રેસિડેન્સીમાં રહેતા દિવ્યેશ ભટ્ટે પોલીસને કહ્યું છે કે,અમીન પાર્ટી પ્લોટ સામે વિહવ સુપ્રીમ્સમાં કપડાં,મોબાઇલ,ઘડિયાળ જેવી ચીજોનો વેપાર કરતા ભાવિન શાહ(વૈકુંઠ ફ્લેટ્સ,બાલાજી નગર,સમતા)નો મારા મિત્ર સમીર આચાર્ય દ્વારા પરિચય થયો હતો.

ભાવિન અવારનવાર સોશ્યલ મીડિયા પર મોબાઇલના ફોટા અને કિંમત સાથે જાહેરાત મુકતો હોવાથી મેં એક ફોન ખરીદી રૃ.૫૧૫૦૦ ચૂકવ્યા હતા.આવી જ રીતે મારા મિત્ર સમીર આચાર્યએ ૨૫ હજાર અને કિરણ મિસ્ત્રીએ ૫૦હજાર ચૂકવ્યા હતા.પરંતુ ભાવિને અમને કુરિયરનો ફોટો મોકલી હજી સુધી  મોબાઇલ મોકલ્યા નથી.તેણે અમને કુલ રૃ.૫૧૫૦૦ પરત કરી બાકીના ૭૫ હજાર આપ્યા નથી.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.