Gujarat
જામજોધપુરના રામવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા
By GS TEAM
2 Mar 20261 min read
જામનગર જિલ્લાના જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ત્રણ જુગારીઓની અટકાયત કરી લીધી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગર જિલ્લાના જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ત્રણ જુગારીઓની અટકાયત કરી લીધી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ત્રણ જુગારીઓની અટકાયત કરી લીધી છે.
જામજોધપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડયો હતો, અને જાહેરમાં જુગાર રમી રહેલા રસિકભાઈ ઉર્ફે કાળુભાઈ ગિરધરભાઈ કડીવાર, કિશોર ઉર્ફે સુદામા ગોવિંદભાઈ કારેણા, અને કેતન ઉર્ફે મીઠાભાઈ કાંતિલાલ ઘોડાસરાને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા 25,300ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.