યુક્રેનથી વાયા રોમાનીયા બોર્ડર થઇ સુરતના વધુ ત્રણ વિદ્યાર્થીઓનીઘરવાપસી ઘરવાપસી

s
સુરત
સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું ઉમળકાથી સ્વાગત કરાયુંઃ યુક્રેન બોર્ડર પર ભારતીયો સાથે ભારે અન્યાય કરાય રહ્યો છે
યુક્રેન
પર છેલ્લાં 9 દિવસોથી રશિયાના અવિરત મિસાઈલ હુમલા તથા યુધ્ધની ભયાનકતા વચ્ચે
યુક્રેનમાં ફસાયેલા સુરતના વધુ ત્રણ વિદ્યાર્થીઓ આજે ભારે મુસીબતોનો સામનો કરીને
સુરત પરત ફરવામાં સફળ રહ્યા છે.ભારત સરકારની મિશન ગંગા યોજના હેઠળ યુધ્ધગ્રસ્ત
યુક્રેનની બોર્ડર પાસેથી ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરીને તેમના વતન
મોકલવામાં આવી રહ્યા છે.
આજે સુરતના વધુ ત્રણ વિદ્યાર્થીઓ દેવમ શાહ,ફેની પટેલ તથા કિંજલ ચોહાણ આજે રોમાનીયા બોર્ડર મારફતે યુક્રેનથી નીકળીને દિલ્હી એરપોર્ટ બાદ આજે સવારે સુરત એરપોર્ટ પહોંચતા તેમના કુટુંબીઓ સહિત રાજકીય અગ્રણીઓએ સ્વાગત કર્યું હતુ. કેટલાયે દિવસો વાલીઓ તથા પરિવારજનોએ ઉચાટમાં વિતાવ્યા બાદ આજે માદરે વતન ફરેલા પોતાના સંતાનોને જોઈને ભાવુક થઈ ગયા હતા.
વિદ્યાર્થીઓને ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે દિવસેને દિવસે રશિયાના હવાઈ હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લાં ત્રણ દિવસો સુધી અમે ભયાવહ સ્થિતિમાં બંકરમાં વિતાવ્યા બાદ ભારે મુશ્કેલીનો સામનો કરીન રોમાનીયા બોર્ડર પહોંચવામાં સફળ રહ્યા હતા. હાલમાં યુક્રેનની બોર્ડર પર ભારતીયો સાથે ભારે અન્યાય કરવામાં આવી રહ્યો છે.બોર્ડર ક્રોસ કરવામાં પણ ભારે કઠીનાઈનો સામનો કરવો પડી રહ્યો છે. યુધ્ધગ્રસ્ત યુક્રેન તથા આસપાસના પ્રાંતોમા અભ્યાસ માટે ગયેલા સુરત શહેર જિલ્લાના કુલ 88 જેટલા વિદ્યાર્થીઓ પરત થયા છે.
યુધ્ધ વિરામ થાય તો ફરી યુક્રેન અભ્યાસ
માટે જવાની ઈચ્છા છે
યુધ્ધગ્રસ્ત
યુક્રેનથી આજે સુરત પરત ફરેલા વધુ ત્રણ વિદ્યાર્થીઓ દેવમ શાહ,ફેની પટેલ તથા કિંજલ
ચોહૌણે જણાવ્યું હતું કે તેઓ હાલમાં યુક્રેનમાં મેડીકલમાં અભ્યાસ કરતાં હતા.પરંતુ
અચાનક જ રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ જાહેર થવાથી તેમને અભ્યાસ અધવચ્ચેથી છોડીને
મહામુસીબતે વતન પરત ફરવામાં સફળતા મળી છે.અલબત્ત હાલની પરિસ્થિતિ જોતા યુક્રેન પરત
ફરવા માટે લાંબી રાહ જોવી પડે તેમ લાગી રહ્યું છે.તેમ છતાં યુધ્ધ વિરામ થાય તો
બાકીના મેડીકલનો અભ્યાસ પુરો કરવા ફરી યુક્રેન જવાની ઈચ્છા વિદ્યાર્થીઓએ વ્યક્ત
કરી હતી.




