ઘોઘારોડ ખેડૂતવાસમાં જૂથ અથડામણ, તલવાર, ધારિયા અને ફરસા ઉડયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘોઘારોડ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ
ગાળો બોલવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક મારામારી, બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા
ભાવનગર - શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ખેડૂતવાસ મનાભાઈના ચોક મફતનગરમાં ગત રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે ગાળો બોલવા અને રાડો પાડવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશ ધીંગાણું ખેલાયું હતું. આ હિંસક અથડામણમાં તલવાર, ધારિયા, લોખંડની ફરસો, પાઇપ અને પથ્થરો વડે સામસામો જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના પાંચથી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
ખેડૂતવાસમાં આવેલ મફતનગરમાં રહેતા મહેશભાઈ બુધાભાઈ ગોહેલના ઘર પાસે ગોપાલ ઉર્ફે ઢેચુ અને તેના ભાઈઓ ગાળો બોલતા હતા. મહેશભાઈના પિતા બુધાભાઈએ ગાળો બોલવાની ના પાડતા તમામ ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઇ વાધેલા,રોહીત ઉર્ફે ડાબેરી કિશોરભાઇ વાધેલા,કાળો કિશોરભાઇ વાધેલા, જગદીશ ઉર્ફે જગી ભનુભાઇ મકવાણા,ચેતન ભનુભાઈ મકવાણા,રવી ઉર્ફે કાળો રમેશભાઈ ડાભી, સુનીલ રમેશભાઈ ડાભી, નિલેશ ઉર્ફે ભાજી વિજયભાઈ પરમાર, કાળા વિજયભાઇ પરમારએ એકસંપ થઈ તલવાર અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં મહેશભાઈને ગરદન-પીઠના ભાગે અને તેમના ભાઈ અલ્પેશને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે સામા પક્ષે ગોપાલ ઉર્ફે ઢેચુ વાઘેલાએ વળતી ફરિયાદ નોંધાવી છે કે તેઓ ચોકમાં ઉભા હતા ત્યારે સામા પક્ષના લોકોએ ધકેમ રાડો પાડો છો તેમ કહી ઝઘડો કયો હતો. ત્યારબાદ સામા પક્ષના મહેશ બુધાભાઇ ગોહેલ, કલ્પેશ બુધાભાઇ ગોહેલ, કિશોર મંગાભાઇ ગોહેલ, કરણ કિશોરભાઇ ગોહેલએ તલવાર અને લોખંડના ફરસા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગોપાલને માથામાં તલવારના ત્રણ ઘા અને હાથમાં ફરસા વાગતા ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે તેના મિત્ર ચેતનને પણ કપાળે ઈજા થઈ છે. આ બનાવ સંદર્ભે ઘોઘારોડ પોલીસે બીએનએસની કલમ હેઠળ બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









