Get The App

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા 1 - image

રેઢિયાળ ખુંટીયા પાછળ રાત્રે ત્રણે સિંહે દોટ મુકી

ગામના સીસી ટીવી કેમેરામાં ઘટના કેદ, રહેણાંક સુધી રાની પશુઓ આવતા ગ્રામજનોમાં ફફડાટ

જેસર -  જેસર તાલુકાના હવા-પાણી રાની પશુઓને માફક આવતા અવાર નવાર દેખાદેવા સહિત મારણના બનાવો વાડી વિસ્તારમાં બનતા રહે છે. જ્યારે શિકારની શોધમાં ગઈકાલે રાત્રે ત્રણ સાવજ ગામમાં ઘુસી આવી ખૂંટીયાનો શિકાર કરવા દોડયાનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો. જે જોઈ નગરજનોમાં પણ ભયનો માહોલ ફેલાવા પામ્યો હતો. 

જેસર તાલુકાના જુના પા ગામે ગત મોડી રાત્રે ૧૨થી ૧ વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રણ સાવજો ગામમાં આવી ગયા હતા. જે ત્રણે ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ગામની અંદર પ્રવેશતા જ રેઢિયાળ ખૂંટીયાઓની પાછળ ત્રણેય સાવજોએ શિકાર કરવા માટે દોટ મુકી હતી પરંતુ ખુટીયાએ ત્રણેય સાવજોને ચકમો આપીને પલાયન થઈ ગયો હતો અને ત્રણેય સાવજોએ ખૂંટીયાની પાછળ એક શેરીમાંથી બીજી શેરીમાં ભાગી ગયા હતા. આમ સાવજોને વન વગડા વિસ્તારમાં શિકાર ન મળતો હોય જેથી સિંહ અને દીપડાઓ ગામમાં પ્રવેશી શિકાર કરી ભાગી જાય છે આવા બનાવો જેસર તાલુકાના ગામડાઓમાં રોજબરોજ જોવા મળતા થઈ ગયા છે વહેલી તકે ફોરેસ્ટ વિભાગ આ પશુઓને પાંજરે પુરી બીડ વિસ્તારમાં મુકવામાં આવે તેવી પા ગામના ગ્રામજનોની માંગ છે જેથી પાલતુ માલઢોરને બચાવવા તેમજ કોઈ માનવ જાનહાની થાય તે પહેલા યોગ્ય પગલા ભરવા જરૃરી બન્યા છે.