Gujarat
સાઉથ આફ્રિકામાં અકસ્માતમાં ભરૂચના બે કરજણના એકનું કરૂણ મોત
By GS Team
1 Dec 20211 min read
This article was originally published on 1 Dec 2021

ભરૂચ: સાઉથ આફ્રિકામાં રહેતા ભરૂચ જિલ્લાના ત્રણ લોકો રોડ અકસ્માતમાં માર્યા ગયા છે. જોહનિસબર્ગ શહેરથી વેન્ડા તરફ જતી વેળા કારનું ટાયર બ્લાસ્ટ થયુ હતું. જેના કારણે કાર ચલાવી રહેલા મૂળ ભરૂચના શબ્બીર યાકુબ પટેલ નામના યુવકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર પલટી મારી ગઈ હતી. પીટર્સબર્ગ નામની જગ્યાએ આ અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ 10 લોકો બેઠા હતાં. જેમાંથી 7 લોકોને ઈજા પહોંચી હતી. બનાવમાં ભરૂચ જિલ્લાનાં સેગવા ગામના શબ્બીર યાકુબ પટેલ, જંબુસર તાલુકાનાં દેવલા ગામના સાજીદ અબ્બાસ અને વડોદરા જિલ્લાનાં સાંસરોદ ગામના રસીદાબેન ખલીફાનું કરૂણ મોત ન નીપજ્યું છે. બનાવના પગલે મુસ્લીમ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.




