તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Tarsali ITI : કૌશલ્ય વિકાસ સાથે રમતગમતની ભાવના વિકસે તે હેતુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) તરસાલી ખાતે તાજેતરમાં વાર્ષિક ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તા.25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં સંસ્થામાં કાર્યરત 40થી વધુ વિવિધ ટ્રેડના 2000થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ખેલપ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સ્પોર્ટ્સ વીક દરમિયાન વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, બેડમિન્ટન, ગોળા ફેંક, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી, ડોઝ બોલ તેમજ કેરમ જેવી મેદાની અને ઇન્ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ ખેલદિલીપૂર્વક રમતોમાં ભાગ લઈ રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ રમતગમત સપ્તાહના સફળ સમાપન નિમિત્તે તા.2 માર્ચ 2026ના રોજ સંસ્થા ખાતે વિશેષ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતા તાલીમાર્થીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.








