Gujarat
વડોદરાના બહુચરાજી રોડ પાસે ગેરેજમાં ભીષણ આગમાં ત્રણ કાર લપેટાઇ, અન્ય ચીજોને પણ નુકસાન
By GS TEAM
24 Jan 20261 min read
વડોદરાના બહુચરાજી રોડ વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં આજે વહેલી સવારે આગ લાગવાનું બનાવ બનતા ત્રણથી ચાર વાહનો આગમાં લપેટાયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના બહુચરાજી રોડ વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં આજે વહેલી સવારે આગ લાગવાનું બનાવ બનતા ત્રણથી ચાર વાહનો આગમાં લપેટાયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Car Fire : વડોદરાના બહુચરાજી રોડ વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં આજે વહેલી સવારે આગ લાગવાનું બનાવ બનતા ત્રણથી ચાર વાહનો આગમાં લપેટાયા હતા.
નાગરવાડાથી કારેલીબાગ જતા બહુચરાજી રોડ પર આવેલા જોસેફ ગેરેજમાં આજે વહેલી સવારે આગ લાગતા થોડી જ વારમાં આખું ગેરેજ આગમાં લપેટાયુ હતું. બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા દાંડિયા બજારની ટીમ આવી ગઈ હતી.

ફાયર બ્રિગેડ આવી ત્યારે આગ બાજુના ગેરેજ તરફ પ્રસરી રહી હતી. જેથી બાજુનું ગેરેજ બચાવી લેવામાં આવ્યું હતું. પોણો કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. બનાવને પગલે ત્રણ કારને નુકસાન થયું હતું, જ્યારે ગેરેજનો અન્ય સામાન પણ આગમાં ખાક થયો હતો.