પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : પતિ-પત્ની વચ્ચેના ઝગડામાં પત્નીનું ઉપરાણું લઈ પતિને ધમકી આપનાર ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ગોરવા વિસ્તારમાં રહેતી યુવતી અને તેના પતિ પાર્થ વચ્ચે પણ બનાવ બનતા પત્નીએ અગાઉ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પત્નીએ પતિ વિરુદ્ધ ફરીથી અરજી આપી હતી.
પત્નીની અરજી બાબતે પોલીસે પાર્થને ઇલોરા પર પોલીસ ચોકીએ બોલાવ્યો હતો. જે દરમિયાન પત્ની અને તેની સાથે અન્ય ત્રણ બહારના યુવકો આવ્યા હતા અને પતિ ધમકાવી તારી પત્નીને પૈસા આપી દેજે નહીંતર ગોરવામાં રહેવું ભારે પડી જશે... તેમ કહ્યું હતું.
ગોરવા પોલીસે આ અંગે પત્ની તેમજ તેની સાથે આવેલા( વિજય રાઠોડ(મધુનગર, ગોરવા), આશિફ શેખ બોરીયા તળાવ એક પાસે કરોળિયા રોડ) અને શબ્બીર વાઘેલા (હુસૈની ચોક, ગંગાનગર, ગોરવા)ની ધરપકડ કરી છે.








