Gujarat

એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

By GS TEAM
24 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે એસ.ટી. બસમાં પેસેન્જર બની દારૂની હેરાફેરી કરતા બે પુરૂષ અને એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

Vadodara Police : વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે એસ.ટી. બસમાં પેસેન્જર બની દારૂની હેરાફેરી કરતા બે પુરૂષ અને એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

કપુરાઇ પોલીસ ટીમને માહિતી મળી હતી કે, છોટાઉદેપુર-પાલનપુર બસમાંથી ઉતરેલ ત્રણ શખ્સો કપુરાઈ ચોકડી પાસે ફૂટપાથ પર ઊભા છે અને તેઓના થેલામાં ઇંગ્લિશ દારૂ ભરેલો છે.

પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તલાશી લેતા આરોપીઓ થાવલીબેન તોમર, વિપુલ તોમર અને અલકેશ ટોકરીયા (ત્રણેવ રહે-મધ્યપ્રદેશ) પાસેથી કુલ 270 નંગ દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.44,259/- થાય છે. 

પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.