Get The App

જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું 1 - image

ગાંધીનગરમાં શાળાઓ, સરકારી કચેરીઓ બાદ હવે

ઈમેલ દ્વારા ધમકી મળતા ન્યાયિક કામગીરી સ્થગિત ઃ પોલીસની તપાસ બાદ કંઈ પણ સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવી નહીં

ગાંધીનગર :  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી જિલ્લા અદાલતને આજે મંગળવારે સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકીભર્યા ઈમેલને પગલે સુરક્ષાના કારણોસર તકેદારીના ભાગરૃપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું હતું અને ન્યાયિક કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

એક બાજુ શાળાઓ અને સરકારી કચેરીઓમાં બોમ્બ મુક્યો હોવાના ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે અને પોલીસ દ્વારા તપાસ કરવા છતાં કંઈ ચીજ વસ્તુ મળી આવતી નથી ત્યારે મંગળવારની સવારે જ્યારે ગાંધીનગર કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૃ થઈ રહી હતી, ત્યારે અચાનક બોમ્બ હોવાની આશંકાનો ઈમેલ મળતા જ ન્યાયિક અધિકારીઓ અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા કોર્ટમાં હાજર વકીલો, અસીલો અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે શાંતિપૂર્વક રીતે સંકુલ ખાલી કરાવીને તમામ પ્રવેશદ્વારો બંધ કરી કિલ્લેબંધી કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટના દરેક માળ, પાકગ એરિયા, વકીલોની ચેમ્બર્સ અને જજની ચેમ્બર્સનું અત્યંત ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.  નોંધનીય છે કે ગાંધીનગરમાં સરકારી કચેરીઓને નિશાન બનાવી ધમકી આપવાનો આ પ્રથમ કિસ્સો નથી. થોડા સમય અગાઉ ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ જ પ્રકારે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સુરક્ષા એજન્સીઓ હવે ઈમેલના ોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે. આજે આ બોમ્બના ઈમેલના કારણે દિવસભર ગાંધીનગર કોર્ટમાં કામગીરી થઈ શકી ન હતી વકીલો અસીલ બહાર જોવા મળ્યા હતા.