દોષિતો
સામે કાર્યવાહીની માંગ
અસામાજીક
તત્વો દ્વાર મૃત માછલીઓને નદીમાં નાખી હોવાનું પ્રાથમિક અનુમાન
ધ્રાંગધ્રા -
ધ્રાંગધ્રા શહેરમાં આવેલ ફલકુ નદીમાં કેટલાક અસામાજીક તત્વો
દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓને લાવી નદીમાં નાખવામાં આવી હોવાની હાલ આશંકાઓ
વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ
ઘટનાના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના કારણે
સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની સ્થાનિકોને
જાણ થતા તાત્કાલિક તંત્રને માહિતગાર કરવામાં આવ્યું હતું. આથી નગરપાલિકા તથા
સંબંધિત વિભાગ દ્વારા નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી
છે. સ્થાનિક રહીશોએ આ ઘટનાની ગંભીર તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની
માંગ કરી છે. તેમજ ફલકુ નદીના પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં
લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.


