Get The App

ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે

દાણીલીમડા,ગોમતીપુર અને જમાલપુર વોર્ડમાં એક સમયના સાથી હવે હરીફ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે 1 - image

     

  અમદાવાદ,શુક્રવાર, 17 એપ્રિલ,2026

વર્ષ-૨૦૨૧થી ૨૦૨૬ની ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો  આ વખતની કોર્પોરેશનની ચૂંટણીના મેદાનમાં સામસામે જોવા મળે  છે.દાણીલીમડા ઉપરાંત ગોમતીપુર અને જમાલપુર વોર્ડમાં એક સમયના સાથી હવે હરીફ ઉમેદવાર બની ગયા છે.

દાણીલીમડા વોર્ડમાં ગત ટર્મમાં વિપક્ષનેતા રહેલા શહેજાદખાન પઠાણ અને જમનાબેન વેગડા પેનલમાં કોર્પોરેટર તરીકે સાથે જીતીને આવ્યા હતા.જો કે એ પછી કોંગ્રેસે જમનાબેન વેગડાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં જમનાબેન વેગડા આપના ઉમેદવાર તરીકે દાણીલીમડા વોર્ડમાંથી ચૂંટણી લડી રહયા છે.ગોમતીપુર વોર્ડમાંથી ગત ટર્મમાં ઈકબાલ શેખ અને ઝુલ્ફી પઠાણ સાથી કોર્પોરેટર હતા.આ વખતની ચૂંટણીમાં  બંનેનો વોર્ડ એક જ છે પરંતુ ઝુલ્ફી પઠાણ કોંગ્રેસ જયારે ઈકબાલ શેખ એઆઈએમઆઈએમના ઉમેદવાર છે.જમાલપુર વોર્ડમાં રફીક શેખ તથા મુસ્તાક ખાદીવાલા ગત ટર્મમાં સાથી કોર્પોરેટર હતા.બંનેએ એઆઈએમઆઈએમનો સાથ છોડી દીધો છે.મુસ્તાક ખાદીવાલા કોંગ્રેસના જમાલપુરના ઉમેદવાર છે જયારે રફીક શેખ આ વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારી કરી રહયા છે.ગોમતીપુર વોર્ડમાં ભાજપના પુરુષ ઉમેદવારોને બાદ કરતા ચૂંટણી જંગમાં બાકીના જે ઉમેદવાર ચૂંટણી લડી રહયા છે તે તમામ મુળ કોંગ્રેસના છે.અમજદખાન પઠાણ વર્ષ-૨૦૦૫માં રાજપુર વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે  કોર્પોરેટર બન્યા હતા. જે આ વોર્ડમાં આપના ઉમેદવાર છે.