Gujarat
થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયું
By GS TEAM
13 Nov 20251 min read

અમદાવાદ,ગુરુવાર,13 નવેમ્બર,2025
અમદાવાદના થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં રુપિયા
૧૬.૧૭ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયુ છે. પ્રાર્થનાસભા સહિતની સુવિધા સાથેના
આ સ્મશાનનુ ટૂંક સમયમાં લોકાર્પણ કરવામા આવશે.
થલતેજ વોર્ડ અંદાજે ૩૭ ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લે
છે.વોર્ડમા ગુરુકુળ રોડ ઉપરાંત સિંધુભવન રોડ,થલતેજ,શીલજ,ભાડજ ,હેબતપુર, બોપલ અને ઘુમા
જેવા ટી.પી.વિસ્તારોનો સમાવેશ થાય છે.હાલ થલતેજમા એક જ સ્મશાનગૃહ આવેલુ છે.વિસ્તાર
અને વધતી વસ્તીને ધ્યાનમા રાખીને શીલજ વિસ્તારમાં નવુ સ્મશાન ડેવલપ કરાયુ છે.આ
સ્મશાનમાં બે સી.એન.જી.,ચાર
લાકડાની ભઠ્ઠી, પ્રાર્થનાસભા
હોલ, વેઈટીંગ
તથા પાર્કિંગ એરીયા, પેવેલીયન
તથા અસ્થિ કલેકશન રુમ,કેફેટેરીયા, સોલાર પેનલ,રજિસ્ટ્રેશન ઓફિસ
સહિતની અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવી છે.








