Amreli

અમરેલી: માનવભક્ષી ચાર સિંહોને આજીવન કેદ! જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
અમરેલીમાં સિંહ હુમલાની ઘટનાને લઈને વનવિભાગની ટીમ દોડતી થઈ છે. થોડા દિવસ પહેલા રાજુલાના કોવાયા ગામમાં પરપ્રાંતીય યુવકને સિંહે ફાડી ખાધો હતો. આ ઘટના બાદ સિંહને પાંજરે પૂરવા વનવિભાગની ટીમે કવાયત હાથ ધરી હતી. આમ, યુવક પર હુમલો કરનાર ચાર સિંહોને વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને પાંજરે પૂર્યા છે. જેમાં માનવભક્ષી ચારેય સિંહોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ત્યારે તમામ સિંહોને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: માનવભક્ષી ચાર સિંહોને આજીવન કેદ! જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા

Amreli News: અમરેલીમાં સિંહ હુમલાની ઘટનાને લઈને વનવિભાગની ટીમ દોડતી થઈ છે. થોડા દિવસ પહેલા રાજુલાના કોવાયા ગામમાં પરપ્રાંતીય યુવકને સિંહે ફાડી ખાધો હતો. આ ઘટના બાદ સિંહને પાંજરે પૂરવા વનવિભાગની ટીમે કવાયત હાથ ધરી હતી. આમ, યુવક પર હુમલો કરનાર ચાર સિંહોને વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને પાંજરે પૂર્યા છે. જેમાં માનવભક્ષી ચારેય સિંહોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ત્યારે તમામ સિંહોને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા છે.

રાજુલામાં યુવકને ફાડી ખાનાર ચાર સિંહને પાંજરે પૂર્યા

રાજુલામાં ચાર સિંહની પાંજરે પૂરવામાં આવ્યા છે. આમ, આ ચારેય સિંહને જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચારેય સિંહોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

વન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ચારેય સિંહોને બાબરકોટ એનિમલ ખાતે રાખવામાં આવ્યા છે. આ ચારેય સિંહોએ માનવ ભક્ષણ કર્યું હોવાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે, સરકાર માંથી સૂચના આવ્યા બાદ ચારેય સિંહોને જૂનાગઢ ખાતે મોકલવામાં આવશે. આમ, સક્કરબાગ ઝૂમાં કેદ રખાય તેવી શક્યતા છે.